Mysamachar.in-રાજકોટ
ઘણી વખત એવા લોકો પાસે એટીએમ કાર્ડ હોય છે જેનો ઉપયોગ કરતા પોતાને આવડતું હોતું નથી, આવા સમયે આવા લોકો જેની પાસે ATM કાર્ડ છે તે ATM સેન્ટર પર જઈ જે-તે હાજર લોકોની મદદ લેતા હોય છે, જેમાં અમુક સારા હોય તો મદદ કરે છે અને કોઈ ભેજાબાજ હોય તો આવા લોકોને શીશામાં ઉતારી લે છે, રાજકોટના શાપર-વેરાવળમાં 8 વ્યમકિતના ડુપ્લીજકેટ કાર્ડથી રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ સામે આવી હતી, જેના આધારે પોલીસે આંતરરાજય ગેંગના પવનકુમાર પટેલને 9 ડેબીટ કાર્ડ સાથે ઝડપી પાડ્યો છે. તે એટીએમ-ડેબીટ કાર્ડના ડેટા કલોનીંગ મશીન દ્વારા ચોરી કરી તેને એમ.એસ.આર. તથા લેપટોપ સાથે કનેકટર કરી ડુપ્લીોકેટ કાર્ડ દ્વારા બારોબાર રૂપિયા ઉપાડી લેતો હોવાનું સામે આવે છે,
શાપર-વેરાવળ વિસ્તાદરમાં સ્ટાપફની અલગ અલગ ટીમો બનાવી એક ઇસમને ATM મશીનમાં રૂપિયા ઉપાડવા આવતા માણસોનું ATM કાર્ડમાં રહેલ ડેટા કોપી કરવાના મીની મશીન તથા મોબાઇલ તથા ડેબીટ કાર્ડ નંગ-9 સાથે યુપીના અલ્હાબાદમાં રહેતો પવનકુમાર રામકિશોર પટેલને પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં આરોપીઓ દ્વારા અગાઉથી જ ગુન્હા હીત કાવતરૂ રચી ATM મશીનની આસપાસ નજર રાખી કોઇ એવો વ્યોકિત નજરમાં આવે કે, જેને ATM મશીનનો ઉપયોગ કરતા આવડતું ન હોય તેઓની સાથે બે જણા ATM મશીન પાસે જઇ એક ઇસમ દ્વારા તે વ્યવકિતને રૂપિયા કાઢતા શીખડાવે અને ટ્રાન્જેઆકશન પુર્ણ થવા દે અને પછી તે ATM કાર્ડ બીજા ઇસમ દ્વારા તે ATM કાર્ડ લઇ તેનો ડેટા મીની મશીનમાં સ્વાેઇપ કરી ATMનો ડેટા તેમાં કોપી કરી તેની પાસે રહેલ મોબાઇલ ફોનમાં એઇંઝી એમએઆર નામની એપ્લીમકેશન દ્વારા ચેક કરી એક ઇસમ દ્વારા ATM પાસવર્ડ જોઇ લેતા.
ત્યાદરબાદ ચોરી કરેલ ડેટાને રીડ કરી ડુપ્લીાકેટ ATM કાર્ડમાં રાઇટ કરી તે ડુપ્લીરકેટ કાર્ડ વડે અન્યન જગ્યા એ ATM મશીનમાં જઇ તે કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડવાની ટેવ ધરાવતા હતા પકડાયેલ પવનકુમાર પટેલે તેની સાથે ગેંગમાં ભોલા યાદવ, મહેન્દ્ર યાદવ તથા કનૈયા પટેલ સામેલ હોવાની કેફીયત આપતા ઉકત ચારેય શખ્સોર સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગુન્હોે દાખલ કરાયો હતો. જયારે હાલ તો એક જ શખ્સ ઝડપાયો છે જયારે અન્ય 3 ની શોધખોળ પોલીસ કરી રહી છે.