Mysamachar.in-વડોદરા:
શું એવું પણ બની શકે કે બેન્કનું લોકર પણ સુરક્ષિત ના હોય… હા બેંક લોકરમાં પોતાના દાગીના સહિતની ચીજવસ્તુઓ મૂકી અને નિષ્ફિકર બની જનાર માટે એક ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, વડોદરામાં વસવાટ કરતાં અને ઇલેક્ટ્રિક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રિતેશભાઈ નામના વ્યક્તિના બેન્ક લોકરમાંથી સોનાના ૩.૮૬ લાખની કિંમતના ૧૯ તોલાના દાગીના ચોરી થયાની ફરિયાદ તેવોએ પોલીસમા નોંધાવી છે,
રીતેશભાઈએ પરિવારના સભ્યોની કિંમતી ચીજવસ્તુઓ રાખવા માટે એપ્રિલ 2018 થી ઇન્ડસઇન્ડ બેન્કની માંજલપુર શાખામાં લોકર ખોલાવ્યું હતું. કોઇપણ બેન્કના લોકર સામાન્ય રીતે બે ચાવીઓથી ખુલતા હોય છે. જે પૈકીની એક ચાવી બેન્કના સ્ટાફ પાસે અને બીજી ચાવી લોકરધારક પાસે રહે છે. કોઇપણ એક ચાવીથી લોકર ખુલી શકતું નથી. જે બાદ થોડા દિવસો પૂર્વે લોકર ખોલ્યું ત્યારે તેમાંથી સોનાના દાગીના ગૂમ હતાં. જે અંગે બેન્ક મેનેજરને ફરિયાદ કરવા છતાંય બેંક મેનેજરે યોગ્ય કાર્યવાહી નહી કરતા છેવટે રિતેશભાઈએ આ સબબની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે સીસીટીવી સહિતની મદદથી આ ગુન્હાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.