Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક સ્પર્ધાત્મક પરીક્ષા યોજવી રાજ્ય સરકાર સામે સૌથી મોટો સવાલ બન્યો છે, એવામાં આવતીકાલ ફરીવાર યોજાનાર જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સુચારુ રીતે પાર પાડવા સરકારી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યભરના કેન્દ્રો પર આવતીકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ-3 ની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનારી છે. જેને લઈને પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે કુલ 9 લાખ ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપશે. ત્યારે આવતીકાલે જૂનિયર ક્લર્કની પરીક્ષા અને જૂન મહિનામાં પરિણામ આવશે. પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, હસમુખ પટેલે પરીક્ષા માટેના કેટલાક સૂચનો જાહેર કર્યા છે, જો તમે આવતીકાલે પરીક્ષા આપવા જવાના હોય આ બાબતો ખાસ ધ્યાન રાખજો.
-પરીક્ષાર્થીઓને 11:45એ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે.
-12:30એ પરીક્ષા યોજાવાની છે, તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે.
-ઉમેદવારોએ વર્ગખંડની અંદર અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બાદમાં કોઈ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહી.
-કોઈ પણ ઉમેદવાર ક્યાંયથી પણ દુરથી મુસાફરી કરીને આવ્યા હોય પણ સમયની બહાર પહોંચશે, તો તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.
-પરીક્ષા કેન્દ્રની અંદર ઉમેદવાર પેન, ઓળખ કાર્ડ (ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ) અને કોલ લેટર આ ત્રણ વસ્તુ સિવાય ઉમેદવાર કશું લઈ જઈ શકશે નહીં. આ સાથે ઉમેદવારને તેના બૂટ-ચંપલ કઢાવીને ચેકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને વર્ગખંડની અંદર જતા પહેલાં ઉમેદવારોના બૂટ-ચંપલ પણ કઢાવી લેવામાં આવશે.