Mysamachar.in:ગાંધીનગર
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે વર્ષે કરોડોનો દારુ ઘુસી જાય છે તેમાંથી કેટલોક પકડાય પણ જાય છે અને કેટલોક પીવાઈ પણ જાય છે, વિધાનસભાના સત્ર દરમિયાના આજે ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન છેલ્લા 2 વર્ષમાં કેટલો દારુ ઝડપાયો કેટલા નશીલા દ્રવ્યો બે વર્ષમાં ઝડપાયા તેના આંકડાઓ સામે આવ્યા છે. આજે ગુજરાત વિધાનસભામાં દારૂબંધીનો મુદ્દો ફરી ઉઠ્યો હતો. દારૂબંદીના રાજ્યમાં દારૂની રેલમછેલની સ્થિતિ છે. રાજ્યમાં પકડાયેલા દારૂના આંકડાઓ વિધાનસભા ગૃહમાં સામે આવ્યા છે.
વિધાનસભામાં ગૃહમાં જણાવ્યું કે, બે વર્ષમાં રાજ્યમાંથી રૂ.6413,96,33,620 કિંમતના વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યાા છે. રાજ્યમાંથી બે વર્ષમાં વિદેશી દારૂની રૂ.197,56,21,059 કિંમતની 51,48,05,345 બોટલ, દેશી દારૂ રૂ.3,99,95,154 કિંમતનો 1,00,80,465 લીટર બિયર રૂ.10,51,46,161ની કિંમતની 2,99,95,154 બોટલ પકડાઈ છે. તેમજ રૂ.6201,28,76,274 કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું. જો કે આ ગુનાઓમાં સંડોવાયેલા 3,716 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી હોવાનું સામે આવ્યું છે.