mysamachar.in-જામનગર
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં વિશિષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ પુરસ્કારો ની જાહેરાત કરવામાં આવી જે જાહેરાતમાં જામનગર સીટી ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ મહેન્દ્રભાઈ જેઠવાને પણ રાષ્ટ્રપતિ પુરસ્કાર જાહેર કરવામાં આવતા જામનગરના પોલીસબેડાના ગૌરવમાં પણ વધારો થયો છે,
પોતાની ૩૪ વર્ષની પોલીસ વિભાગની ફરજ દરમિયાન મહેન્દભાઈએ પોતાની ફરજ દરમિયાન જીલ્લાના વિવિધ પોલીસમથકો અને ત્રણેય ડીવાયએસપી કચેરીઓમાં પોતાની ફરજ અદા કરી છે પોતાની ફરજ દરમિયાન જે-તે સમયે સલાયામાં થતી દાણચોરી ના કેસોના ઉકેલ લાવવા મા પણ મહેન્દ્રભાઈ ની ભૂમિકા ખુબ મહત્વની રહી છે ઉપરાંત જાલીનોટ,હત્યાઓ,લુંટ ના કિસ્સાઓ પણ તેવોએ ઉચ્ચ અધિકારીઓ સાથે રહીને ગુન્હાઓના ભેદ ઉકેલાઈ તે દિશાઓમાં ખુબ જ ખંત થી કામ કરી અને એક પોલીસકર્મી તરીકે ની અદા કરેલ સાચી ફરજ નિષ્ઠાને ધ્યાને લઈને ગઈકાલે થયેલ રાષ્ટ્રપતિ પુરસ્કાર મા જીલ્લાના પોલીસ વિભાગના મહેન્દ્રભાઈ જેઠવાનું નામ સામેલ થતા જામનગર પોલીસ પરિવારમાં મહેન્દ્રભાઈ ગૌરવનું એક પીંછુ ઉમેર્યું છે.