Mysamachar.in-રાજકોટ:
ટ્રેક્ટરની ટ્રોલીમાં કલર કરાવી ટ્રેક્ટરમાં પણ બીજો કલર કરાવી દેતા હતા. એટલું જ નહિં જ્યારે કોઇ ગ્રાહકને ટ્રેક્ટર વેંચતા ત્યારે લોનમાંથી પરત ખેંચવામાં આવેલું છે કહીને ટ્રેક્ટરની મૂળ કિંમત કરતા ઓછી કિંમતે વેંચી દેતા બે શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે, છેલ્લા એક વર્ષમાં શહેરનાં અલગ અલગ ત્રણ સ્થળોએથી ટ્રેક્ટરની ચોરી કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. ત્રણ ટ્રેક્ટર સહિત 11 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓ ટ્રેક્ટરનો કલર બદલાવીને બાબરા અને ઉત્તર ગુજરાતમાં વેંચી દેતા હોવાનું પણ ખુલ્યું છે,
રાજકોટ પોલીસનાં સકંજામાં આવેલા બિપીન રાજૂ સાટીયા અને ગણપત જગા મીરની ચોર બેલડી રાજકોટમાંથી ખેડુતોનાં ટ્રેક્ટરની ચોરી કરી વેંચી દેતા હતા. છેલ્લા એક વર્ષમાં રાજકોટમાંથી ત્રણ ટ્રેક્ટરની ચોરી થયા હોવાની પોલીસમાં ફરિયાદો નોંધાયા બાદ આગવી ઢબે પુછપરછ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી બિપીન અને તેનો સાથી ગણપતે આજી GIDC, થોરાળા,ગોંડલ ચોકડી પાસેથી ત્રણ ટ્રેક્ટરની ચોરી વેંચ્યા હોવાની કબુલાત આપી હતી. આ ચોરીઓનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચે રૂપીયા11 લાખના ત્રણ ચોરાઉ ટ્રેક્ટર કબ્જે કર્યા છે. હાલ પોલીસે બન્ને શખ્સોની વધુ પુછપરછ શરૂ કરી છે. પોલીસનાં જણાવ્યા મુજબ આરોપી બિપીન અને ગણપતે એક વર્ષ પહેલા આજી GIDCમાંથી એક લાલ કલરનું ટ્રેક્ટર ચોર્યુ હતું. બીજૂ ટ્રેક્ટર 7 મહિના પહેલા થોરાળા પાસેના પેટ્રોલ પંપની બાજુમાંથી એક ટ્રેક્ટરની ચોરી કરી અને ત્રીજા ટ્રેક્ટરની 12 દિવસ પહેલા કોઠારિયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સર્વિસ રોડ પરથી ચોરી કરી હતી.
આરોપી બિપીન મૂળ બોટાદનાં જીંજાવદર ગામનો વતની હોવાથી ચોરી કરી ત્યાં લઇ જતો હતો. જ્યાં ટ્રેક્ટરની ટ્રોલીમાં કલર કરાવી ટ્રેક્ટરમાં પણ બીજો કલર કરાવી દેતા હતા. એટલું જ નહિં જ્યારે કોઇ ગ્રાહકને ટ્રેક્ટર વેંચતા ત્યારે લોનમાંથી પરત ખેંચવામાં આવેલું છે કહીને ટ્રેક્ટરની મૂળ કિંમત કરતા ઓછી કિંમતે વેંચી દેતા હતા. પોલીસે બાબરા થી 1 અને દાહોદ થી 2 મળી કુલ ત્રણ ટ્રેક્ટરો કબ્જે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ લોકો જ્યારે ટ્રેક્ટરનો ઓર્ડર આવે ત્યારે જ ચોરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે.