Mysamachar.in-જામનગર:
આજે ૭ ડિસેમ્બરે ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ની ઉજવણી કરવામાં આવે છે,ત્યારે દેશસેવા માટે જીવન ખર્ચી નાખનાર સૈનીકો અને તેમના પરિવારોને બનતી મદદ કરવા માટે દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરી ભંડોળ એકત્ર કરવામાં આવે છે,
તેવામાં આજે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિતે ખુદ જામનગર જીલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા તેમની કચેરીમાં ફ્લેગ લગાવી યથા શુકનરૂપ ૧૦૦૦ રૂપિયાનો ફંડ જમા કરાવીને,આ શુભ કાર્યનો આરંભ કરાવ્યો હતો,
આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટર રવિશંકરએ અપીલ કરી હતી,
આ ફાળાની રકમ “કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વીકારવામાં આવે છે આ કચેરીનો સંપર્ક નંબર ૦૨૮૮ ૨૫૫૮૩૧૧ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.