Mysamachar.in-આણંદ:
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ માર્ગ પર આજે વ્હેલી સવારે સર્જાયેલા એક ઘાતક અકસ્માતમાં 6 વ્યક્તિનો ભોગ લેવાયો છે અને અન્ય 8 લોકો ગંભીર ઈજાઓ પામ્યા હોય, મૃતકોની સંખ્યા વધવા સંભવ છે. આ અકસ્માત આણંદ નજીક ચીખોદરા પાસે સર્જાયો છે.
આજે વ્હેલી સવારે ટ્રાવેલ્સની એક બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. આ બસ ચીખોદરા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર એક ટ્રકે આ બસને જોરદાર ટક્કર લગાવી હતી. આ ટક્કરને કારણે બસ ડિવાઇડર પર ચઢી ગઈ હતી. ડિવાઇડર પર આ સમયે કેટલાંક લોકો હતાં. જે પૈકી 3 વ્યક્તિઓના બસ હેઠળ કચડાઈ જવાથી ઘટનાસ્થળે મોત થયા હતાં, અન્ય 3 ઈજાગ્રસ્ત લોકોના મોત બાદમાં થયા હતાં.
આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. અને અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચી છે. જે પૈકી અમુક લોકોને ગંભીર ઈજાઓ થઈ હોય, આ અકસ્માતનો મૃત્ય આંક વધવાની પણ શકયતાઓ છે. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. વ્હેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માત સર્જાતા અફડાતફડી મચી ગઈ હતી. ટ્રાવેલ્સની બસ રાજમંદ ટ્રાવેલ્સની હોવાનું જણાઈ રહ્યું છે.