Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં ચકચાર મચાવનાર કિસ્સો બે દિવસ પૂર્વે અમદાવાદમાં થી સામે આવ્યો હતો જ્યાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના પરિવાર સાથે કરેલ આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી, આ ઘટના હજુ નજર સમક્ષ છે ત્યાં જ રાજકોટ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પ્રકાશ પારધી નામના પોલીસ કોન્સ્ટેબલ આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઝેરી દવા પી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો કે, પરિવારને જાણ થતા તુરંત તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે.પ્રકાશના ભાનમાં આવ્યા બાદ થોરાડા પોલીસ દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવશે. જે બાદ સ્પષ્ટ થશે કે આખરે શા માટે પ્રકાશે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં પોલીસ જવાને સહ પરિવાર આપઘાત કર્યા બાદ બાદ રાજકોટમાં પણ પોલીસ જવાને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ વિભાગમાં એક ચર્ચાનું વાતાવરણ ઊભું થયું છે.