Mysamachar.in:ગાંધીનગર
સમગ્ર રાજ્યમાં પ્રમાણિક વીજગ્રાહકોએ વીજકંપનીઓ પાસેથી ઉંચા દરે વીજળી ખરીદવી પડે છે. વીજળીને મોંઘી બનાવવા વિવિધ ગોઠવણ ચાલી રહી છે. સરકાર ખાનગી વીજકંપનીઓ પાસેથી વીજળી ખરીદી શકે તે માટે સરકારી વીજમથકોને ઓછી ક્ષમતાથી ચલાવવામાં આવી રહ્યા છે. સરકારી વીજમથકો પોતાની કુલ ઉત્પાદન ક્ષમતા કરતાં 55 ટકા ઓછું વીજ ઉત્પાદન કરે છે.
આ ઉપરાંત સરકારે સરકારી વીજમથકો સાથે કરેલાં કરારોને કારણે કરોડો રૂપિયા ખર્ચ કરવો પડી રહ્યો છે. ફિકસડ પાવર કોસ્ટ પણ એવો કરાર છે જેમાં વીજમથકો પાસેથી વીજળી સરકાર દ્વારા ન ખરીદવામાં આવે તો પણ સરકારે કરોડો રૂપિયા જેતે વીજકંપનીને ચૂકવવા પડે. વીજખરીદીનાં કરારો કરતી વખતે આ પ્રકારના ખેલ થાય છે. જેને કારણે રાજ્યભરમાં પ્રમાણિક વીજગ્રાહકોએ ઉંચા દરે વીજળી ખરીદવી પડે છે. લોકોનાં વીજબિલ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.