Mysamachar.in-રાજકોટ:
ધ્રોલના રાજકોટ જામનગર હાઇવે પર આવેલ સાઈબાબાના મંદિર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, રાજકોટથી ખીજડીયા ગામે જતી જાનને અકસ્માત નડ્યો હોવાની આ ઘટનામાં વરરાજાની કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એક નું મોત થયું છે, મળતી માહિતી મુજબ રાજકોટ થી જતી જાનને પડધરી પાસે અકસ્માત નદી જતા કાર ચાલક નું થયું મોત થયું છે તો 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત વરરાજા સહિત 5 મહિલા અને પુરુષ ઇજાગ્રસ્ત, 3 બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.

























































