Mysamachar.in:જામનગર
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ દારુ ગમે ત્યારે કોઈને કોઈ જગ્યાએથી ચેકિંગ દરમિયાન મળી આવતો હોય છે, આવું જ વધુ એક વખત જામનગર એસ.ટી.ડેપોમાં સામે આવ્યું છે. જ્યાં વિજીલન્સ વિભાગના ચેકિંગ દરમિયાન એક બસમાંથી દારૂની બોટલો મળી આવતા ડ્રાઈવર કમ કંડકટર સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે
આ અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મળતી વિગતો મુજબ એસ.ટી.વિભાગના વિજીલન્સ વિભાગમાં અવ્વલ સુરક્ષા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા પંકજ માકડિયા જામનગર એસટી ડેપો ખાતે ચેકિંગમાં હતા તે દરમીયાન ભિલોડા જામનગર રૂટ લખેલ GJ-18-Z-6977 નંબરની બસમાંથી પેસેન્જરો ઉતર્યા બાદ આ બસને ચેક કરવામાં આવતા બસના બેટરી બોક્સ, લગેજ બોક્સ, સહિતની જગ્યાઓમાંથી છુપાવેલ અલગ અલગ 55 બોટલ અંગ્રેજી શરાબની બોટલો મળી આવતા વિજીલન્સ વિભાગના આ અધિકારી દ્વારા આ બસના ડ્રાઈવર દિલીપસિંહ રાઠોડ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી માટે ફરિયાદ દાખલ કરાવેલ છે.