Mysamachar.in-જામનગર:
બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે અવનવી તરકીબો અજમાવીને દારુ ઘુસાડી દેતા હોય છે, પણ પોલીસનું બાતમીદારોનું નેટવર્ક ક્ર્યારેક એવું કામ કરી જાય છે કે જથ્થો બધો જ પોલીસને હાથમાં આવી જાય છે, વાત છે ધ્રોલની…જ્યાં પી.એસ.આઈ.સી.એમ.કાંટેલિયા અને સ્ટાફને મળેલ માહિતીને આધારે ધ્રોલ રાજકોટ હાઈવે પર શિવ હોટેલ નજીક થી એક ટ્રક ઝડપી પાડ્યો છે, ઉપર યુ-ફોર્મ સહિતનો જથ્થો અને નીચે દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી, જે ૪૪૩ પેટી ઈંગ્લીશ દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે,
ધ્રોલ પોલીસને બાતમી હતી કે ૪૪૩ પેટી દારુ ભરેલો ટ્રક જામનગર તરફ ડીલેવરી થવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસે ધ્રોલ રાજકોટ હાઈવે પર ટ્રક રોકી તલાસી લેતા તેમાં કચરાની નીચેથી દારૂની એક બે નહિ પણ ૪૪૩ પેટી દારૂ મળી આવી હતી, પોલીસે ડ્રાઈવર ગુરપ્રિત દર્શનસીંગ આદરમી,હોશિયારપુર રાજય પંજાબ, ક્લીનર જગજીતસીંગ બુટાસીંગ જાટ કલીનર સલેરન હોશિયારપુર, અક્ષય કિશોરગીરી ગોસ્વામી દિગ્વીજય પ્લોટ -૫૪ વિશ્રામવાડી પાછળ, મહેશભાઇ ઉર્ફે મયો જેઠાલાલ મંગે દિગ્વીજય પ્લોટ -૫૪ વિશ્રામવાડી પાછળ ને ઝડપી પાડ્યા છે, જયારે અન્ય ત્રણના નામો ખુલ્યા છે તેમાં પવનસીંગ ટેલસીંગ જાટ સતીષ જેઠાલાલ મંગે, વિશ્રામવાડી, ભાવેશ મુળજીભાઇ માવાણી વિશ્રામવાડીના નામો ખુલ્યા છે, પોલીસના જણાવ્યા પ્રમાણે જામનગરના શખ્સોએ આટલો મોટો દારૂનો જથ્થો મંગાવ્યો હતો.