• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, July 3, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ફોજદારી ન્યાય પ્રણાલીને અતિ આધુનિક બનાવવાનો અમિત શાહનો કોલ….

My Samachar by My Samachar
January 24, 2024
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
ફોજદારી ન્યાય પ્રણાલીને અતિ આધુનિક બનાવવાનો અમિત શાહનો કોલ….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

ભારત દેશની સમગ્ર ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વની સૌથી આધુનિક પ્રણાલી બનાવવામાં આવશે, એમ કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ જણાવી રહ્યા છે, જો કે તેઓએ આ માટે કોઈ ડેડલાઈન જાહેર કરી નથી પરંતુ એટલું કહ્યું છે કે, વધુમાં વધુ પાંચ વર્ષની અંદર આ પરિણામો જોઈ શકાશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલમાં આ પ્રણાલી કેવી રીતે કામ કરી રહી છે અથવા ઘસડાઈ રહી છે, એ મુદ્દો પણ જાણીતો છે ત્યારે પ્રશ્ન એ પણ થાય કે, પાંચ જ વર્ષમાં અમિત શાહ કહે છે એ પરિવર્તન આટલાં વિશાળ અને અટપટા દેશમાં સંભવ બની શકશે ?! 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં ગાંધીનગર ખાતે એક નેશનલ કાર્યક્રમમાં ન્યાય પ્રણાલી અંગે આમ બોલ્યા હતાં. તેઓ પાંચમી આંતરરાષ્ટ્રીય અને 44મી ઓલ ઈન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ ઓન બિહેવિયરલ ફોરેન્સિકમાં આમ બોલ્યા હતાં. આ કોન્ફરન્સ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી.

અમિત શાહે સંબોધનમાં જણાવ્યું કે,  ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ અદાલતી કાર્યવાહીઓમાં, ન્યાય પ્રણાલીમાં તથા શિક્ષણમાં કરવો આવશ્યક છે, જેનાથી ક્રાઈમ રેટ ઘટાડી શકાય. તેઓએ કહ્યું: ત્રણ નવા ક્રિમિનલ કાયદા અને ફોરેન્સિક સાયન્સના સંયુકત ઉપયોગથી દેશમાં અતિ આધુનિક ફોજદારી ન્યાય પ્રણાલીનો અમલ શક્ય છે, એટલું જ નહીં આ પ્રણાલીને આપણે વિશ્વની સૌથી મોર્ડન પ્રણાલી પણ બનાવી શકીએ. 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું,  પ્રથમ વખત આપણે સાત વર્ષથી વધુની સજાની જોગવાઈના ગંભીર ગુનાઓમાં ફોરેન્સિક સાયન્સની ટીમ ગુના બનાવ સ્થળની ફરજિયાત મુલાકાત લ્યે, એવી વ્યવસ્થા ગોઠવી શક્યા છીએ, આ વ્યવસ્થાથી ગુનાની તપાસને સરળ અને અસરકારક બનાવી શકાય છે. 

તેઓએ વધુમાં જણાવ્યું કે, દેશમાં પાંચ વર્ષ બાદ એ સ્થિતિ પર આપણે પહોંચી શકીશું કે, પોલીસ સહિતના વિભાગોમાં દર વર્ષે 9,000 ફોરેન્સિક ઓફિસરોની સેવાઓનો લાભ લઈ શકીશું. આપણે ગુજરાત અને દેશમાં પોલીસની અંદર મોડસ ઓપરેન્ડી વિભાગ ધરાવીએ છીએ. જેમાં ફોરેન્સિક બિહેવિયરલ સાયન્સનું સંકલન કરીને આપણે ગુનાઓ બનતાં પણ અટકાવી શકીએ.

 

તેઓએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં ગુનાઓ સંબંધિત વિશાળ ડેટાબેઝ જનરેટ કરવામાં આવ્યો છે. જેના માટે AI નો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI ના ઉપયોગથી વિશાળ ડેટાબેઝને સંકલિત કરવામાં આવે છે અને તેનું પૃથ્થકરણ પણ મોટાપાયા પર કરવામાં આવી રહ્યું છે. ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમના આધારે અત્યાર સુધીમાં 8,000 FIR રજિસ્ટર્ડ કરવામાં આવી છે. દેશના દરેક પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટર નેટવર્ક અને ડેટાબેઝ સાથે જોડી દેવામાં આવ્યા છે. ઈ-કોર્ટ ડેટાબેઝ અંતર્ગત 15 કરોડ પ્રોસિકયુશન ડેટાબેઝને ઓનલાઈન કરવામાં આવ્યો છે. અને આ ડેટાબેઝ ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઈ-પ્રિઝન ડેટાબેઝમાં દેશભરના 2 કરોડથી વધુ કેદીઓનો ડેટા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે. ઈ-ફોરેન્સિક ડેટાબેઝમાં 19 લાખથી વધુ ફોરેન્સિક પરિણામો ઓનલાઈન કરવામાં આવ્યા છે. આ વિગતો પાછલાં 3 વર્ષની છે, એમ પણ તેઓએ કહ્યું.  

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગરના આ કાર્યક્રમ બાદ ભાવનગર અને અમદાવાદના બે ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જે પૈકી રાણીપનો કાર્યક્રમ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધિત હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, રાણીપ તેઓના સંસદીય મત વિસ્તારમાં પડે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

July 2, 2025
ઉદ્યોગોએ ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગ કરવાની આદત પાડવી પડશે…

જામનગર : ઝેરી પાણીના અયોગ્ય નિકાલ બાબતે વધુ 3 ઉદ્યોગને નોટિસ..

July 2, 2025
જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

July 2, 2025
આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

July 2, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

July 2, 2025
ઉદ્યોગોએ ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગ કરવાની આદત પાડવી પડશે…

જામનગર : ઝેરી પાણીના અયોગ્ય નિકાલ બાબતે વધુ 3 ઉદ્યોગને નોટિસ..

July 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®