Mysamachar.in-અમરેલી:
રાજ્યમાં દિનપ્રતિદિન વધી રહેલ અકસ્માતોની ઘટનામાં આજે વધુ એક ઘટનાનો વધારો થયો હોય તેમ અમરેલી જીલ્લાના ધારી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધારીના ખોડીયાર મંદિર નજીક વાવના પાટીયા પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી ખસેડાયા છે.
મળતી વિગતો પ્રમાણે સુરતથી ધારી આવતી અનુકૂળ ટ્રાવેલ્સની બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. એમ્બ્યુન્સમાં સવાર અન્ય 3 દર્દીઓના સગાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બન્ને મૃતકોને ધારી હોસ્પિટલ ખાતે અને 3 ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડાયા છે.અકસ્માતની તસવીરોને જોતાં બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે સામસામે ટક્કર થઇ હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, અકસ્માતના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.






