Mysamachar.in-જામનગર:
જામનગરમાં એક શાળામાં બાળકોને દેવી દેવતાઓના નામ લેવા પર શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને મનાઈ ફરમાવવામાં આવતા મામલો ગરમાયો છે અને આજે હિંદુ સેનાએ આ મામલે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે અને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જીલ્લા શિક્ષણાધિકારી ભરત વિડજાને આ અંગે યોગ્ય પગલા શાળા અને શિક્ષક સામે લેવા માંગ કરવામાં આવી છે,
જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલ એ. કે. દોશી ભવન્સ વિદ્યાલયમાં ગુજરાતી તથા ઈગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં સ્કુલની શરૂઆતમાં તેમજ રજા સમયે પ્રાર્થના બોલાવવામાં આવે છે. 9 મા ધોરણથી 11 મા ધોરણ સુધી પ્રાર્થના બાદ મહાદેવ હર અને જય શ્રીરામનો નારો બોલાવાય છે જે તમામ વિદ્યાર્થીઓ સાથે મળી બોલતા હોય છે. જેમાં સીનીયર પ્રિન્સીપાલને કોઈ જાતનો વાંધો નથી પરંતુ જુનીયર પ્રિન્સીપાલને તેમજ શિક્ષિકાને તકલીફ થતાં વિદ્યાર્થીઓને ધાક ધમકી આપી ઉપરોકત નારા લગાવવાનું બંધ કરાવે છે અને વાલીઓએ રજુઆત કરતાં જુનીયર પ્રિન્સીપાલ દ્વારા એલસી પકડાવી દેવાની અને જય શ્રીરામ બોલનાર વિદ્યાર્થીઓને બહાર ઉભા રહેવાની સજા પણ આપેલ છે. ખરેખર શિક્ષણ જગતના કલંકરૂપ એવા શિક્ષકોએ સનાતન હિન્દુ ધર્મનું અપમાન કર્યા બરોબર છે.
-આ મામલે જીલ્લા શિક્ષણાધિકારી વિડજાએ કહ્યું કે…
માધ્યમો સાથેની વાતચીત દરમિયાન તેવાઓએ કહ્યું કે હિંદુ સેના દ્વારા આવેદનપત્ર આપવા આવ્યા હતા, અને તેવોની રજૂઆત વિદ્યાર્થીઓ દેવી દેવતાઓના નામ લે તેનાથી શિક્ષકોને વાંધો છે તેવી રજૂઆત મળી છે, આવેદનપત્રનો અભ્યાસ કરી અમારા અધિકારીઓ સ્થળ પર જઈ તપાસ કરશે અને જે કોઈ કસુરવાર જણાઈ આવશે તો નિયમમુજબની કાર્યવાહી કરીશું
-શાળાના પ્રિન્સીપાલ ધર્મેશ વીંછી કહે છે કે…
એક ફરિયાદ મળી છે કે શાળાની અંદર ભગવાનના નામ બોલવાની અમારી એક શિક્ષકાએ મનાઈ કરી છે આ બાબતને અમે વખોડીએ છીએ, અમારી શાળામાં દરરોજ હનુમાન ચાલીસા બોલાવવામાં આવે છે, અમે તપાસ કરી તેમાં આવી કોઈ બાબત ધ્યાનમાં આવી નથી.અમારા ટીચરો ધાર્મિક છે.તેમ કહી સ્વાભાવિક જ શાળાનો બચાવ રાખ્યો હતો.