mysamachar.in-સુરેન્દ્રનગર:ચોટીલા
થોડા દિવસો પૂર્વે ગાંધીનગર સચિવાલય મા દીપડો ઘુસી જતા ભારે નાશભાગ મચી જવા પામી હતી,અને દીપડા ને ઝડપી પાડવા ફોરેસ્ટ તંત્ર ઊંઘામાથે થઇ જવા પામ્યું હતું,ત્યાં આજે વધુ એક વખત સુરેન્દ્રનગરના ચોટીલા કોર્ટના સ્ટાફરૂમમાં દીપડો ઘુસી ગયો હોવાની માહિતી મળતા થોડીવાર પુરતી તો ભાગદોડ મચી જવા પામી હતી,
સવારે એક કર્મચારીને જાણ થતા તેણે દીપડો જે રૂમમાં ઘૂસ્યો છે તે સ્ટાફરૂમને બંધ કરી દઈ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં સ્થાનિક ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ કોર્ટ પરિસર ખાતે દોડી આવ્યો હતો,પણ જુનાગઢ અને ગાંધીનગર ખાતેથી વનવિભાગના સ્ટાફની રાહ જોવાઈ રહી છે,તે આવ્યા બાદ આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે,
જાણવા મળતી વિગતો પ્રમાણે ચોટીલા નજીક માંડવ નામનો જંગલ વિસ્તાર પણ આવેલ હોય સંભવતઃ આ દીપડો ત્યાં થી આવ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.