my samachar.in-જામનગર:
જામનગર શહેરના ધમધમતા એવા ખંભાળિયા ગેટ વિસ્તારમાં સાતમના દિવસે તબીબના બંગલામાં ચોકીદારની હત્યા અને લૂટની ઘટનાને અંજામ આપી અને હત્યારાઓ ફરાર થઈ ચૂક્યા છે અને પોલીસ આ ગુન્હા નો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે એવામાં ગત રાત્રિના જામનગર ખંભાળિયા હાઇવે પર આવેલ નાઘેડી ગામની સીમ નજીક થી એક દલિત યુવકની લાશ મળી આવતા પંચકોશી-બી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઈ અને લાશ ને પોસ્ટમોટમ અર્થે ખસેડી હતી,
મળતી વિગત મુજબ જામનગર નજીક ખંભાળીયા હાઇવે પર નાઘેડી પાસે આવેલ લહેર તળાવ નજીકથી ગઇકાલ બપોરે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાનું પંચ-બી પોલીસને જાણ થતાં પી.એસ.આઈ. મેઘરાજસિંહ વાળા,એ.એસ.આઈ અશોકસિંહ જાડેજા,શોભરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી જઈને મૃતક યુવાનનો કબ્જો સંભાળીને પોલીસે તપાસ કરતાં આ યુવાન ખંભાળિયા તાલુકાનાં મોટા માંઢા ગામનો રહીશ રમેશ દીપકભાઈ બગડા ઉ.વ.૨૫ નામનો દલિત યુવાન હોય અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું,દરમ્યાન પોલીસ દ્વારા લાશનો કબ્જો સંભાળીને પી.એમ.માટે જી.જી.હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પ્રાથમિક પી.એમ.રિપોર્ટમાં દલિત યુવકની હત્યા થયાનું બહાર આવ્યું છે તેવું પંચ-બી ના પી.એસ.આઈ.વાળાએ જણાવ્યુ હતું,પૉલિસ સૂત્રોમાંથી જે રીતે માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે મૃતક યુવક પોતાની બાઇક લઈને નાઘેડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર ઉપર છરી,પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યા બાદ હત્યાકરાયેલ લાશને નાઘેડી પાસે ફેકી દેવામાં આવી હોવાનું અનુમાન છે,પોલીસ દ્વારા મૃતક દલિત યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા સહિતની તજવીજ હાથ ધરી છે.