mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે,જીલ્લાના ધ્રોલ મા વસવાટ કરતી ૩૦ વર્ષીય યુવતીને તેનો સબંધી એવો કાનાલુસ ગામનો વતની દીપક ચંદુભાઈ સાગઠીયા ધ્રોલથી લલચાવી ફોસલાવી મોટરસાઈકલમા અપહરણ કરીને લાલપુર ખાતે લાવ્યો હતો,
અને લાલપુર ખાતે લાવ્યા બાદ લાલપુરમાં આવેલ લક્ષ્મીગેસ્ટહાઉસના રૂમમાં ફરિયાદી યુવતીની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી બે વખત શરીર સબંધો બાંધી બે વખત દુષ્કર્મ આચર્યા બાદ આ વાતની જાણ ફરિયાદી યુવતી જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,
જે બાદ દુષ્કર્મ નો ભોગ બનેલ ધ્રોલની યુવતીએ લાલપુર પોલીસ મથકમાં દીપક ચંદુભાઈ સાગઠીયા વિરુદ્ધ અપહરણ,બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા લાલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.