mysamachar.in-જામનગર:
આમ તો ગુજરાતમાં દારૂ જુગાર ની પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે,છતાં પણ ક્યાંક છાને ખૂણે તો ક્યાંક પોલીસની મીઠી નજર હેઠળ જુગારધામો ચાલતા હોય છે,એવામા જામનગર શહેરમા લાંબા અરસા બાદ ઇલેક્ટ્રોનિક મશીન પર ટોકન આધારીત રમાતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ને ૧૧ ઇસમો ને ઝડપી પાડ્યા છે,
એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને હરદીપભાઇ ધાંધલ ને મળેલ માહિતી ને આધારે રણજીતનગર જુના હુડકોમા આવેલ એક રહેણાક મકાનમાં ઈલેક્ટ્રોનિક મશીનમાં ટોકન નાખવા માટે રૂપિયા લઇ મશીનમાં ફીટ કરેલ ચિહ્નો પર ટોકન દાવ પર લગાડી પૈસાની હારજીત નો જુગાર રમી રહેલા રજનીકાંત ગણાત્રા સહીત ૧૧ ઇસમોને ૧૩૨૦૦ રોકડા,ઈલેક્ટ્રોનિક મશીન,તેમજ ટોકનો મળી કુલ રૂપિયા ૪૮૨૦૦ ના મુદામાલ સાથે એલસીબીએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ જે મશીનો દ્વારા ચાલતો જુગાર હતો તે જુગાર અને ઝડપાયેલ મશીનમા ખુબ મોટો તફાવત છે,અને આ મશીન આવ્યા બાદ પ્રથમ દરોડામા જ પોલીસ સફળ થઇ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.