Mysamachar.in:જામનગર
આજના સમયમાં યુવક અને યુવતીઓ એકબીજાના સંપર્કોમાં આવી અને પ્રેમમાં આંધળા બની જતા હોય છે, પણ આવા જ પ્રેમમાં ક્યારેક કેવું થાય તેનો એક ચોકાવનારો કિસ્સો જામનગર શહેરમાં સામે આવ્યો છે,જેમાં 10 વર્ષના પ્રેમસબંધ બાદ યુવકે સારા સબંધો દરમિયાન સાથે લીધેલ ફોટો વાઈરલ કરી દઈ અને 50000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે,
જામનગર શહેરના પટેલ કોલોનીમાં વસવાટ કરતી એક યુવતીને કાર્તિક બલાડીયા નામના યુવક સાથે છેલ્લા દશેક વર્ષથી પ્રેમ સંબધ હોય અને એકબીજા સાથે ફોનમા વાત કરતા હોય તેમજ રૂબરૂ મળતા હોય અને આ દરમ્યાન તેઓ બન્નેના પ્રાઇવેટ ફોટા પાડેલ તે ફરિયાદી યુવતીના મોબાઇલ ફોનમા હોય અને તારીખ 15 ઓક્ટોબરના યુવતી પોતાના ઘરે જતા હોય ત્યારે યુવક કાર્તિકે આડા ઉભા રહી તેને રોકી યુવતી પાસે રહેલ તેનો મોબાઇલ ફોન માંગતા યુવતીએ મોબાઇલ ફોન આપવાની ના પાડતા કાર્તિકે યુવતીનો મોબાઈલ ફોન તેની પાસેથી ઝુંટવી લુંટ કરી લઇ જઇ યુવતીને તેના પર વિશ્વાસ રાખી પોતાના મોબાઇલ ફોનના સ્ક્રીન લોક તથા ગુગલ-પે ના પાસવર્ડ આરોપીને આપેલ હોય
તેનો ગેરઉપયોગ કરી પાસવર્ડ ની મદદથી સ્કીન લોક ખોલી યુવતીના મોબાઇલ ફોનમાથી બન્ને એ અગાઉ સાથે પાડેલ તેઓના પ્રાઇવેટ ફોટા યુવતીની બહેનના મોબાઇલ ફોનમા વોટ્સએપ સ્ટેટસમા મુકી તેમજ યુવતીના મોબાઇલ ફોન મા કોન્ટેક લીસ્ટ મા રહેલ કોન્ટેક નંબરો પર તેને બદનામ કરવાના ઇરાદે વોટ્સએપ થી મોકલી વાઇરલ કરી તેમજ ઠગાઇ કરવાના ઇરાદે ગુગલ-પે પાસવર્ડ નો ઉપયોગ કરી યુવતીના ફોનમાથી રૂ.50,000 પોતાના ખાતામા ગુગલ-પે મારફતે ટ્રાન્સફર કરી પોતાના હાથે સ્યુસાઇડ નોટ લખી સ્યુસાઇડ કરવાની ધમકી આપ્યા સબબની અલગ અલગ કલમો હેઠળ સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા સીટી બી ડીવીઝન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જર આ અંગેની વધુ તપાસ ચલાવી રહ્યા છે.