Mysamachar.in:જામનગર
જામનગર એલસીબીએ બે ઈસમો સામે પાસા કરવાની દરખાસ્ત જીલ્લા કલેકટર સમક્ષ કરી હતી જે મંજુર થઇ છે, દારુના ગુન્હામાં સંડોવાયેલા બે ઇસમોને પાસા હેઠળ અલગ અલગ જેલોમાં ધકેલવાનો હુકમ કરવામ આવ્યો છે, આ અંગે મળતી વિગતો મુજબ હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઇ ચાવડા રહે.સાધના કોલોની જામનગર જેની સામે પ્રોહીબીશનના 10 ગુન્હા દાખલ થયેલ હોય તેને સુરતની લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો છે, જ્યારે બીપીન સોમાભાઇ ચાવડા રહે સાધના કોલોની જામનગર જેની સામે 5 થી વધુ દારુ અંગેના કેસ હોય જેને વડોદરા જેલમાં મોકલવાનો હુકમ કરવામ આવ્યો છે.