My samachar.in:-વડોદરા
રાજ્યના ધોરીમાર્ગો પર વધી રહેલ અકસ્માતોની ઘટનામાં આજે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવી દેવાનો વારો આવ્યો છે, વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે આજે સવારે બે બાઇક, 2 કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇકસવાર બે લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જાંબુવા બ્રિજ પાસે આજે સવારે એક ડમ્પરે બે બાઇકસવારોને અડફેટમાં લીધા હતા. તેની સાથે બે કારચાલકને પણ અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર પસાર થઇ રહેલાં એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઇ ગયા હતા, જેમાં બે લોકોનાં સ્થળ પર મોત થયાં હતાં.