Mysamachar.in-જામનગર:
જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથક સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ ક્રિકેટ સટ્ટાની રેડ બાદ વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે. આજે સીટી બી ડીવીઝન ડી સ્ટાફના ચંદ્રવિજયસિંહ ઝાલા વચેટિયા મારફત દારૂના કેસમાં ફરિયાદીનું નામ નહિ ખોલવા માટે રૂપિયા ૭૦૦૦ ની લાંચ લેતા બી ડીવીઝન નજીકથી એસીબીની ટીમે ઝડપી પાડતા જામનગરના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.