Mysamachar.in-રાજકોટ:
વધુ એક વખત સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ છાપેમારી કરી છે, રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ન્યૂ જલારામ સોસાયટી, મહુડી રોડ, આઇસીઆઇસી બેન્ક પાસે નીલ સ્પા આવેલું છે. ત્યાં સ્પાના ઓઠા હેઠળ દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવે છે. જ્યાં ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા રેડ કરવામાં આવતાં ત્યાં દેહવ્યાપારનો ધંધો થતો હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન દીપેન બહાદુરભાઇ રાવલ કે જે મેનેજર તરીકે કામ કરતો હતો તે મળી આવ્યો, તેમજ ત્રણ ભોગ બનનાર સ્ત્રીઓ કે જે જયપુર રાજસ્થાન, દિલ્હી તેમજ મણિપુરની વતની હોવાનું સામે આવ્યું છે.
નીલ સ્પામાં મેનેજર તરીકે કાર્યરત દિપેનભાઇ રાવલ એક ગ્રાહક દીઠ 2300 રૂપિયા લેતો હતો. જે પૈકી ભોગ બનનારને તે પંદરસો રૂપિયા આપતો હતો. જ્યારે 800 રૂપિયા પોતે રાખતો હતો. આ સમગ્ર ગોરખ ધંધાની જાણ નીલ સ્પા ના સંચાલક સંદીપને પણ હોઈ પોલીસે તેની વિરુદ્ધ પણ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.