mysamachar.in-જામનગર
જામનગર જી.જી.હોસ્પિટલના ગાયનેકવોર્ડમાં થી આજે બપોરે જન્મેલી એક બાળકીને કોઈ અજાણી મહિલા ને જેને નર્સ જેવો ડ્રેસ પેહરેલ હોય તે લઇ જવાની ઘટનાથી ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો,ખુદ જીલ્લા પોલીસવડા સિંઘલ,ડીવાયએસપી જાડેજા સહિતનો કાફલો પણ બનાવની ગંભીરતા ને જોતા હોસ્પિટલ ખાતે દોડી અને જુદી જુદી તપાસ ટીમો સીસીટીવી ના વર્ણન ને આધારે કામે લગાવી હતી જેને લઈને જામનગર પોલીસને આ બાળકી ને શોધી કાઢવામાં ગણતરીની કલાકોમાં સફળતા મળી છે,
આ અંગે સીટી ડીવાયએસપી એ.પી.જાડેજા એ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં થી બાળકીને ઉઠાવી ગયેલ મહિલાએ બાળકી ખોડીયારકોલોની નજીક સુમનબેનના પુત્રી શિલ્પાબેન ને સોંપી ને જતી રહેલ.,અને જેને બાળકી સોંપવામાં આવી તેને આ મામલે પોલીસને જાણ કરતાં તુરંત જ પોલીસ પણ ત્યાં પહોચી ચુકી હતી,અને બાળકી નો કબજો મેળવ્યો હતો,કલાકોની અંદરજ ગુમ થયેલ નવજાત બાળકી તેના માતાપિતા ને પોલીસ દ્વારા જયારે સહીસલામત રીતે સુપ્રત કરવામાં આવી ત્યારે પરિવારજનોમા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા,
આ ઘટનામાં બાળકીને ઉઠાવી જનાર મહિલાની શોધખોળ પોલીસ દ્વારા જારી રાખવામાં આવી હોવાનું પણ ડીવાયએસપી જાડેજા એ જણાવ્યું હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.