Mysamachar.in-વડોદરા
આપણે અનેક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ પણ જયારે ટ્રેનમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ આપણે કોઈ ખાણીપીણી ની વસ્તુઓ આપે તેના પર તુરંત ભરોષો કરી લેવો હિતાવહ નથી, વડોદરા રેલ્વે ક્રાઈમ બ્રાંચે એક એવા જ શખ્સની છેક રાજસ્થાનથી ધરપકડ કરી છે, જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે ઝડપાયેલો શખ્સ ટ્રેનોમાં મુસાફરી દરમીયા કેફી પદાર્થ પીવડાવી બાદમાં ચોરીને અંજામ આપતો હતો, તો ઝડપાયેલ તસ્કરે રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં જતા મુસાફરોને વધુ ટાર્ગેટ કરતા રાજસ્થાનના પાલી જિલ્લાના ગોવિંદ સેરવીની ધરપકડ કરતા કુલ 11 ગુનાઓનો ભેદ રેલવે ક્રાઇમ બ્રાન્ચને ઉકેલવામાં સફળતા મળી છે, ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પોતાના પર ઝડપથી વિશ્વાસ આવી જાય તે માટે ગોવિદ પોતાને ત્યાં દીકરી જન્મી હોવાનું કહી મુસાફરોને કેફી પદાર્થ ખવડાવતો અને બાદમાં ચોરીના ગુન્હાઓને અંજામ આપતો હોવાનું સામે આવે છે. વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ખાતે ગેસ્ટહાઉસમાં દરોડો પાડી ગોવિંદ સેરવીને ઝડપી લીધા બાદ વધુ તપાસ શરુ કરી છે.






