• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, May 15, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

લીલી પરિક્રમા બનશે પાણી વગર સૂકી પરિક્રમા?જાણો કેવી છે તંત્રની તૈયારીઓ 

My Samachar by My Samachar
November 12, 2018
in જુનાગઢ
Reading Time: 1 min read
A A
લીલી પરિક્રમા બનશે પાણી વગર સૂકી પરિક્રમા?જાણો કેવી છે તંત્રની તૈયારીઓ 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જુનાગઢ:ભાર્ગવી જોશી

આગામી 19 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે.36 કિમી લાંબી આ પરિક્રમા અતિ કઠીન માનવામાં આવે છે,યાત્રાળુઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.રવિવારે પરીક્રમા રૂટનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.વનવિભાગે રૂટનું રીપેરીંગ કામ કર્યું છે.રસ્તા રીપેર થઈ ગયા છે.પરંતુ ગીરનારમાં ચોમાસામાં 39 ઈંચ વરસાદ પડવા છતાં જંગલ પાણી વિનાનું છે…!

પરીક્રમા રૂટમાં આવેલા 20 થી વધુ પાણીના કુદરતી સ્ત્રોત ખાલી છે.તેમાં એક ટીપું પણ પાણી નથી.વનવિભાગ દ્વારા કુદરતી સ્ત્રોતમાંથીકાંપ કાઢ્યો નથી.જેના કારણે પાણીનાં સ્ત્રોત ખાલી થઈ ગયા છે.ચાલુ વર્ષે પાણી વિના ગીરનારની લીલી પરીક્રમા કરવાનો સમય આવ્યો છે. 36 કિલોમીટરનાં રૂટ પર માત્ર 20 સ્થળે જ પીવાનું પાણી મળી રહેશે. ન્હાવા અને હાથ પગ ધોવાનું પાણી મળશે નહી.પાણી વિના ગીરનારની લીલી પરીક્રમા વધુ કઠીન બની રહેશે.તેવું હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે,

પરિક્રમ દરમિયાન ઉપરાંત વન વિભાગની 20 ટીમ કાર્યરત રહેશે વનવિભાગ દ્વારા ટ્રેકર ટીમ સાથે પરિક્રમામાં આવનાર મુસાફરોને સાચવવા માટે અને તેમને યોગ્ય માર્ગદર્શન કે કોઈ પણ અનિચ્છનીય ઘટનાની તૈયારીના ભાગરૂપે 150 લોકોનો સ્ટાફ કાર્યરત રહેશે. જેમાં મજુરો,કર્મચારીઓ,અધિકારીઓ વગેરે સામેલ રહેશે.

તો આરોગ્ય વિભાગ દ્વારા પણ પરીક્રમાના રૂટ પર 8 પોઈન્ટ પર જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યના કેમ્પ ઉભા કરવામાં આવશે.જેની પાછળ આરોગ્ય વિભાગના 60 જેટલા કર્મચારીઓ કાર્યરત રહેશે.આ 8 કેમ્પોમાં પ્રાથમિક સારવારથી લઈ બધા પ્રકારની દવાઓ અને 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.આ સાથે મુશ્કેલ ચઢાણ વાળી જગ્યાઓ માટે ઓક્સિજનની સુવિધા પણ રાખવામાં આવશે.આમ આ વખતની લીલી  પરિક્રમા ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે,અને તમામ રીતે તંત્ર સુસજ્જ હોવાના દાવાઓ કરાઈ રહ્યા છે.

કેવી છે પાણીની સ્થિતિ..? 
ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા પરીક્રમા 36 કિમી રૂટમાં 18 થી વધુ જગ્યાઓ પર સબ મર્સિબલ પંપ ફિટ કરવામાં આવશે,આ સાથે પાણીની જરૂરીયાત પુરી કરવા માટે દરેક પોઈન્ટ ઉપર 5000 લીટરની પાણીની ટાંકીઓ મુકવામાં આવી છે.જેને સમયાંતરે ખાલી થતા બોરમાંથી ભરવામાં આવશે. કુદરતી સ્ત્રોત વહેતુ પાણી હોવાથી એક સાથે 1000 લોકોને સાચવી શકાય છે.પરંતુ કૃત્રિમ પાણીને લઈ પડાપડીના દ્રશ્યો સર્જાઈ શકે તેમ છે.

100 થી વધુ ઉતારા-અન્નક્ષેત્રો ધમધમશે  
પરીક્રમાના રૂટમાં રાજકોટ,સુરત,અમદાવાદ,વડોદરા જેવા મેટ્રો સીટીમાંથી પણ સેવા ભાવી સંસ્થાઓ ઉતારા અને અન્નક્ષેત્રોની સેવા આપવા આવી ગયા છે.લોકોને શીરો,શાક,રોટલી,ગાઠીયા,બુંદી જેવા સ્વાદિષ્ટ ભોજન પીરસીને રોજ એક એક અન્નક્ષેત્ર હજારો લોકોને જમાડશે.

4 થી વધુ ટ્રેકર ટીમ વન્યપ્રાણીઓને રૂટથી દુર રાખશે
પરીક્રમાના દરમિયાન વન્યપ્રાણીઓ કે સિંહ રૂટ પર ન આવી જાય અને લોકોમાં નાસભાગ કે ભયનો માહોલ ન ફેલાય તે માટે વનતંત્ર દ્વારા 4 થી વધુ ટ્રેકર ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ટીમ પરીક્રમા દરમિયાન વન્યપ્રાણીઓને દુર ખસેડવાનું કામ કરશે.

પ્લાસ્ટિક કચરો ન ફેલાવવા 500 બોર્ડ લગાવાયા 
જંગલમાં પરિક્રમામાં  લોકો હજારો ટન કચરો પણ સાથે લાવશે. આ કચરામાં મોટેભાગે પ્લાસ્ટિકનો કચરો હશે. જે વન્યપ્રાણીઓ માટે ઘાતક નીવડી શકે છે. ત્યારે આ વખતે વનતંત્ર દ્વારા લોકોને કચરો ન ફેલાવવાનું આહ્વાન આપતા 500 થી વધુ નાના મોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે.

ક્યાંથી શરૂ થશે અને ક્યાં પુરી થશે પરિક્રમા ?

 1 રૂપાયતન થી ઈટવા ઘોડી – 2 કીમી 
 2 ઈટવા ઘોડી થી ચાર ચોક – 4 કીમી
 3 ચાર ચોક થી જીણાબાવાની મઢી – 2.50 કીમી 
 4 મઢીથી માળવેલા ઘોડી – 3.50 કીમી
 5 માળવેલા ઘોડીથી માળવેલા જગ્યા – 2.50 કીમી 
 6 મઢી થી સરખડીયા હનુમાન ઘોડી – 2.50 કીમી 
 7 સરખડીયા ઘોડી થી સરખડીયા જગ્યા – 2 કીમી 
 8 સરખડીયા જગ્યા થી સુખનાળા – 1.50 કીમી 
 9 સુખનાળા થી મા ‌ળવેલા – 2 કીમી 
 10 માળવેલા થી નળપાણી ઘોડી – 2 કીમી 
 11 નળપાણી ઘોડી થી નળપાણી ની જગ્યા – 1.50 કીમી
 12 નળપાણી જગ્યા થી હેમાજડીયા – 1.50 કીમી
 13 હેમાજડીયા થી બોરદેવી – 1 કીમી 
 14 બોરદેવી થી ખોડીયાર ઘોડી – 4 કીમી 
 15 ખોડીયાર ઘોડી થી ભવનાથ ગેટ – 3.50 કીમી 

SendShareTweetShare

Join Us on Social

Recent News

જાણો છો ? : ચાલવા માટે ફૂટપાથ તમારો ‘અધિકાર’ છે..

જાણો છો ? : ચાલવા માટે ફૂટપાથ તમારો ‘અધિકાર’ છે..

May 15, 2025
ઈન્સ્ટાગ્રામ : 16 વર્ષથી ઓછી ઉંમર હશે તો, નહીં બની શકે એકાઉન્ટ…

ગુજરાત : બ્લોક કરવામાં આવેલા એકાઉન્ટ પૈકી મોટાભાગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ…

May 15, 2025
જામનગર મહાનગરપાલિકાની પાર્કિંગ પોલિસી: હતાં ત્યાં ને ત્યાં..!

જામનગર મહાનગરપાલિકાની પાર્કિંગ પોલિસી: હતાં ત્યાં ને ત્યાં..!

May 15, 2025
સૌરાષ્ટ્રના 7 જીલ્લાઓના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત

May 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જાણો છો ? : ચાલવા માટે ફૂટપાથ તમારો ‘અધિકાર’ છે..

જાણો છો ? : ચાલવા માટે ફૂટપાથ તમારો ‘અધિકાર’ છે..

May 15, 2025
ઈન્સ્ટાગ્રામ : 16 વર્ષથી ઓછી ઉંમર હશે તો, નહીં બની શકે એકાઉન્ટ…

ગુજરાત : બ્લોક કરવામાં આવેલા એકાઉન્ટ પૈકી મોટાભાગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ…

May 15, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®