Mysamachar.in-રાજકોટ:
કોઈ પરીક્ષા જિંદગીની અંતિમ પરીક્ષા નથી, આપઘાત ના વિચાર આવે તો પરિવારના સભ્યો, મિત્રો સાથે દિલ ખોલીને વાત કરો નહિ કે આત્મહત્યા કરી અને જિંદગીનો અંત આણી લેવો જોઈએ…પરિવારનો પણ વિચાર ચોક્કસ થી કરવો જોઈએ કે કેમ કે પરીક્ષા તો ફરીથી પણ આપી શકાશે પરનું જિંદગી ફરી નહિ મળે…હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષાનું ટેન્શન વિદ્યાર્થીઓને એટલુ હોય છે કે તેઓ ના કરવાનુ કરી બેસે છે. તેનો દાખલો રાજકોટમાં સામે આવ્યો છે જ્યાં પેપર નબળા જતા ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હતું. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ડ્રાઈવર પિતાની દીકરી ધોરણ – 10 માં અભ્યાસ કરે છે. તેનો નંબર રાજકોટની કડવી બાઈ વિદ્યાલયમાં આવ્યો હતો. તેના બોર્ડના કેટલાક પેપર પણ શરૂ થયા હતા. પરંતુ તેના પેપર ખરાબ ગયા હોવાથી તે ટેન્શનમાં હતી. ગુરુવારે સાંજે પાંચ વાગ્યે તેણે ટેન્શનમા આવીને ખોટુ પગલુ ભર્યુ હતું. તેણે બાથરૂમમાં જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યુ હતું. અગ્નિ સ્નાન કરીને તેણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.આ વાતની જાણ પરિવારને થતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું. આ વાત જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. તેના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.