Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ પંથકમાં એક સપ્તાહમાં ગમખ્વાર અકસ્માતની બીજી ઘટના સામે આવી છે.જેમાં મળતી માહિતી અનુસાર ગતરાત્રીના 1 વાગ્યાના અરસામાં ધ્રોલના જાયવા નજીક રાજકોટ લગ્નપ્રસંગમાં થી પરત જામનગર આવી રહેલ મૂળ જામનગરમાં જ રહેતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી અને કારમાં સવાર એક મહિલા, એક પુરુષનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જયારે એક બે વર્ષની બાળકીને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવી રહી હતી તે દરમિયાન રસ્તામાં જ મોત નીપજયાનું જાહેર થયું છે.ઘટનાની જાણ થતા તુરત જ ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી