mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જામનગર ખંભાળિયા હાઈવે પર રાવલસર ગામ નજીક એક પડતર ખેતીની જમીનમાં આવેલ કુવામાં એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા સિક્કા પોલીસ સ્ટાફે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી,
જેમાં સામે આવ્યું કે જે અજાણ્યા પુરુષ કે જેની ઉમર અંદાજે ૪૦ થી ૪૫ વર્ષની હોવાની સાથે કોઈપણ કારણોસર પબુભા માણેકની રાવલસર ખાતે આવેલી ખેતીની પડતર જમીનમાં આવેલ કુવાના પાણીમાં કેટલાય દિવસોથી અહી કોહવાઈ ને પડી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.