My samachar.in:રાજકોટ
રાજકોટ સહીત રાજ્યના મોટા શહેરોમાં એક ચોક્કસ પ્રકારની ગેંગ બનાવી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને હનીટ્રેપના ખેલ કરવામાં આવે છે, આવા ખેલમાં જયારે કોઈ ફસાઈ જાય તો તેને ભારે મુસ્બીતનો સામનો કરવાનો વારો આવે છે, રાજકોટમાં પણ આવી જ ઘટના સામે આવી છે જ્યાં એક વૃદ્ધને જીન્નત સહિતની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવવાનો મામલો પોલીસ સુધી પહોચતા પોલીસે ટોળકી સામે ગુન્હો દાખલ કરી જીન્નત સહીત 4 ને ઝડપી પાડ્યા છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજીના 59 વર્ષીય ખેડૂત શંભુભાઈના ભાગીયા પરબત ઠાકોર, ભરત પારઘીએ શંભુભાઈને એવું કહ્યું હતું જીન્નત તેમના પરિવારની જ વ્યક્તિ છે અને જીન્નતને કારમાં અકાળા ગામે મૂકી જવામાં આવે રસ્તામાં સરકલીયા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં રોડ પર અગાઉના કાવતરા મુજબ અરવિંદ ગજેરા બાઈક પાછળ આવ્યો હતો અને કાર અટકાવી મારી પત્નીને કેમ લઈ જાવ છો? તેમ કહીં ધમકાવી ખેડૂતને તમાચા ઝીંકી ઝઘડો કર્યો હતો.
આ ઝઘડા વખતે જ નાની પરબડીના પરબત ઠાકોર, ભરત પારઘી આવી ગયા હતા અને કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. આ શખસોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ડરાવી ધમકાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. સાથે અવારનવાર ફોન કરી ચાર લાખ જેવી રોકડ રકમ પડાવી લીધી હતી. આ અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ગુન્હો નોંધી.તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને દબોચી લીધા છે. જેમાં પરબતભાઈ ભીમાભાઈ કુવાડિયા, ભરતભાઈ ડાયાભાઇ પારધી, અરવિંદભાઈ આંબાભાઈ ગજેરા નામના ત્રણ પુરૂષ તેમજ જીન્નતબેન ઉર્ફે બીબીબેન રફીકભાઈ મકવાણા નામની એક મહિલાને ઝડપી લીધી છે.