Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ ગત્ તા. 16 એપ્રિલથી વધુ એક વખત રીબેટ યોજના જાહેર કરેલી છે, જે કરદાતાઓ તા. 31 મે સુધીમાં મિલકતવેરો સહિતના વિવિધ વેરા અને ચાર્જના નાણાં કોર્પોરેશનમાં એડવાન્સ તરીકે જમા કરાવશે તેમને નિયમાનુસાર 10 ટકાથી માંડીને 25 ટકા સુધીનું વેરાવળતર અલગ-અલગ કેટેગરીમાં મળી શકશે.
આ અંગેની વધુ જાણકારીઓ માટે કરદાતાઓ મિલકત વેરા શાખા અને વોટર વર્કસ શાખાનો સંપર્ક સાધી શકશે. જે કરદાતાઓએ અગાઉના બાકી લેણાં ભરપાઇ કરેલાં હશે તેમને જ આ યોજનાનો લાભ મળશે. એટલે કે, જે કરદાતાઓ હવે પછીના વેરા અને ચાર્જીસ એડવાન્સમાં ભરવા ઈચ્છતા હોય તેમને જ આ લાભ આપવામાં આવશે. શિક્ષણ ઉપકર એટલે કે સરચાર્જ પર રીબેટ મળવાપાત્ર નથી. કરદાતાઓ ઓનલાઈન પણ નાણાં ભરપાઇ કરી શકે છે. વેરાની રકમ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ, ઉપરાંત જેએમસી કનેક્ટ મારફત ઓનલાઈન પણ ભરી શકાય છે.
