Mysamachar.in-વડોદરા:
રાજ્યમાં માદક દ્રવ્યોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને નેષ્ટોનાબુદ કરવા અલગ અલગ એજન્સીઓ કામે લાગી છે, એવામાં વડોદરા ગ્રામ્ય સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને ખુબ મોટી કહી શકાય તેવી સફળતા આવા જ એક રેકેટને ભેદવામાં મળી છે અને ત્રણ કરોડથી વધુની કિમતનો એમ.ડી.ડ્રગ્ઝનો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો છે, આ સમગ્ર ઓપરેશન મળે ચોક્કસ માહિતીની આધારે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રોહન આનંદની રાહબરીમાં એસઓજી પી.આઈ.જે.એમ.ચાવડાની ટીમે છે જેની જાહેર થયેલ વિગતો એવી છે કે…

વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરા-ફેરીની પ્રવૃત્તી ન ચાલે તે સારૂ ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, મોકસી ગામની સીમમાં રાણીયા જવાના રોડની બાજુમાં આવેલ ખેતરમાં જગદિશભાઇ મહિડા નામનો ઇસમ પોતાના કબ્જાના ખેતરમાં શેડ બનાવી તેમાં પ્રેમચંદ મહંતો નામના ઇસમ સાથે નશાકારક પદાર્થ મેફેડ્રોન સીન્થેટીક ડ્રગ્સ ફેકટરીમાં બનાવી વેચાણ કરતો હોવાની માહિતી આધારે, એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી જગદીશભાઇ જીતસિંહ મહીડા, રહે- મોકસી, મકાન નં-૧૫૮૮, જલારામ કોલોની, તા.સાવલી, જી.વડોદરા, પ્રેમચંદકુમાર હરીનારાયણ મહતો, રહે- પંચવટી, ગોરવા વડોદરા શહેર તથા મુળ રહે- કુંડા, દેવીસ્થાન મંદિરની પાસે, તા.દેવ, જી.ઔરંગાબાદ, બિહારને નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 3 કિલો 379 ગ્રામ, કિ.રૂ. 3,37,90,000, મેફેડ્રોન બનાવવા માટેનુ રો-મટીરીયલ તથા સાધનસામગ્રી કિ.રૂ.1,73,112 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
