Mysamachar.in-જામનગર:
ગુન્હા કરનાર ઇસમોને જેલમાં ધકેલવામાં આવ્યા છે, જેને કારણે સમાજમાં શાંતિ બની રહી, પણ જામનગર જીલ્લા જેલમાં નામચીન ઈસમોને જાણે કોઈનો ડર ના હોય તેમ જેલ માથે લેતા હોય તેવી ઘટના સામે આવી છે, જામનગરની જેલમાં કરોડોના ટ્રક ચીટિંગ કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત રજાક ‘સોપારી’એ બે અન્ય કેદીઓની મદદથી એક કેદીને માર મારવાની ઘટના પોલીસ ફરિયાદના માધ્યમથી સામે આવી છે,
ફરિયાદી ગાંગાભાઈ કોડીયાતર પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમના કાકાના દીકરા રાજુભાઈની સ્કોર્પિયો કાર (GJ-25-AA-9284) આરોપીઓને હપ્તાથી આપી હતી. આરોપીઓ હપ્તા ન ભરતા ફરિયાદીએ કાર પોરબંદર ખસેડી હતી. આ વાતનો ખાર રાખીને રજાક સોપારીએ 9 ડિસેમ્બરના રોજ જેલના PCOમાં બોલાવી ફરિયાદીને જાતિવાચક ગાળો આપી, હાથ મરડી બળજબરીથી કબૂલાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/Bathani-GIF-Ad.gif)
આ ઘટનામાં રજાક સોપારી ઉર્ફે દાઉદભાઈ ચાવડા તેની મદદગારીમાં રામભાઈ નંદાણીયા અને સાયચા ગેંગના સભ્ય આરોપી રજાક સાયચા સામેલ છે. બંને સહ-આરોપીઓએ પણ ફરિયાદીને ગાળો આપી અને ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પણ જેલમાં બનેલ આ ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/My-Samachar-Social-Media-2024-2.jpg)