Mysamachar.in-ગાંધીનગર:
શિક્ષકોની બદલીઓ સમગ્ર ગુજરાતમાં કાયમ મોટો વિષય રહ્યો છે, કેમ કે અસંખ્ય શિક્ષકો બદલીઓ ન થવાને કારણે વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરતાં હોય છે અને આ બદલીઓ અંગે સરકારમાં વારંવાર રજૂઆત પણ થતી રહેતી હોય છે. આખરે સરકારે શિક્ષકોની બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર કરતાં હજારો શિક્ષકો રાહત અનુભવી રહ્યા છે.
રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલીઓ અંગેનો વિગતવાર પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લાઓમા આંતરિક બદલીઓ બે તબક્કામાં કરવામાં આવશે. જે પૈકી પ્રથમ બદલી કેમ્પ 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવશે. અને બીજા તબક્કાનો બદલીઓ માટેનો કેમ્પ 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે. અને, આ અગાઉ વધઘટ બદલીઓ માટેનો કેમ્પ 20 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ જાહેરાતને કારણે હજારો શિક્ષકોએ બદલીઓ માટેની તૈયારીઓ આરંભી દીધી છે.મહત્વનું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ અંગે રજુઆતો પણ શિક્ષણ મંત્રી સહિતનાઓને કરવામાં આવી હતી. (file image source:google)