Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરિયાઈ કિનારા પરથી અવારનવાર માદક દ્રવ્યો પોલીસ દ્વારા ઝડપાઈ જવાના મામલાઓ સામે આવતા રહે છે, એવામાં વધુ એક વખત માદક દ્રવ્ય એવા ચરસનો કરોડોનો જથ્થો ઝડપી પાડવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસને સફળતા મળી છે, આ અંગેની જાહેર થયેલ વિગતો કહે છે કે….
દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરીયાઇ સુરક્ષા સુદઢ કરવા તેમજ દરીયાઇ માર્ગે ગેરકાયદેસર હેરાફેરી તથા લેન્ડીંગ પર અંકુશ લાવવા નીયમીત પેટ્રોલીંગ અને ટેકનોલોજી સર્વેલન્સ થવા માટે તમામ પોલીસ મથકોને અને અધિકારીઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે, જે અનુસંધાને દેવભુમી દ્રારકા જીલ્લા દરીયાકીનારેથી અગાઉ બીનવારસુ ચરસ મળી આવેલ હોય જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગંભીરતાથી લઇ દેવભુમી દ્વારકા એસ.ઓ.જી. સ્થાનીક પોલીસ એસ.આર.ડી. તથા જી.આર.ડી સભ્યોને સાથે રાખી દરીયાકીનારા વિસ્તારના મળી આવેલ ચરસ બાબતે દરીયાકીનારા વિસ્તારમાં સ્ટેસ્ટીક પોઇન્ટ નકકી કરી સ્ટેસ્ટીક પોઇન્ટ પર પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હતી
જે અંતર્ગત મીઠાપુર પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી સભ્યોની ટીમો મીઠાપુર વિસ્તારના મોજપ ગામ દરીયાકીનારા વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોજપ ગામના દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસના પેકટ નંગ 21 જેમાં 23.680 કીલો ચરસ જેની કીમત અગીયાર કરોડ ચોરયાસી લાખનુ બીનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે આ અંગે વિશેષ તપાસ શરુ કરી છે.