Mysamachar.in-કચ્છ:
કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર અકસ્માતની એક ઘટના સામે આવી છે જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. પધ્ધર પાસે ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ત્રણ લોકોના મોત ઉપરાંત જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જે પરિવારનો અકસ્માત થયો તે માધાપરનો સોની પરિવાર છે જે પરિવાર સોમનાથ દ્વારકા સહિતના સ્થળોએ ફરવા અને દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડતા 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, અને પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ છે.