Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા આસપાસ કેટલીય મહાકાય રીફાઈનરીઓ આવેલ છે તે રીફાઈનરીઓમાંથી નીકળતા પેટ્રોલ ડીઝલ સહીત અલગ અલગ કેમીકલ જે ટેન્કરોમાં લોડ થયા બાદ તેને બારોબાર કરવાના કેટલાક રેકેટ તાજેતરમાં જ સામે આવ્યા બાદ આજે આશ્ચર્યની વાત એટલે છે કે અત્યાર સુધી ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલ બારોબાર કરી લેવામાં આવતું પણ હવે તો ટેન્કરમાંથી ગેસ રિફલીંગ કરી લોકોના જીવ જોખમમાં મુકવાનું કાવતરું પોલીસે ઝડપી પાડ્યું છે,
જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટાફના માણસો ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં રહેલ હતા, દરમ્યાન બાતમી મળેલ કે, જામનગર-રાજકોટ હાઈવે રોડ, શિવમ હોટલના પાર્કીગમા અમુક ઈસમો ગેરકાયદેસર રીતે ગેસ ભરેલા ટેન્કરના વાલ્વ બોક્ષનુ સીલ તોડી રબ્બરની પાઈપ દ્વારા ગેસના ખાલી બાટલામા રીફીલીંગ કરી તેનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે હકિકત આધારે જગ્યાએ રેઈડ કરતા ત્યાથી કુલ ત્રણ ઈસમો દેવરામ દોલારામ ચોધરી રે.પડધરી જી- રાજકોટ, મોહમદ નસીમ મોહમદ શમી રહે.નોઆપુર પ્રતાપગઢ રાજ્ય-ઉતર પ્રદેશ, મોહમદ સલીમ મોહમદ હફીજ ધંધો ડ્રાઇવિગ રહે-પુરેકવલી સદર પ્રતાપગઢ રાજ્ય-ઉતર પ્રદેશ વાળાને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસના ખાલી બાટલામા ગેસનુ રીફીલીંગ કરતા હોય અને આ જગ્યાએથી કુલ-9 ગેસના બાટલા, એક ગેસના ટેન્કર,ગેસ રીફીલીંગ માટેના અન્ય સાધનો મળી કુલ કિ.રૂ. 32,29,966 /- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ. પો.સ્ટે. માં ઈ.પી.કો. કલમ 285, 114 મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.