Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સિંહોના મોત વિશે પૂછાયેલા પ્રશ્ન અંગે વન મંત્રીએ જવાબ આપ્યો હતો. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ સંદર્ભે બે વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ, 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત થયાની કબુલાત રાજ્યના વન મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કરી હતી.
આ અંગે વધુ વિગત લેખિતમાં આપતા વન મંત્રીએ જણાવ્યું હતું કે, તે પૈકી 21 સિંહ, 8 બાળ સિંહ, 101 દીપડા અને 31 દીપડાના બચ્ચાના અકુદરતી મોત થયા છે. 92 સિંહ, 118 બાળ સિંહ, 193 દીપડા, 79 દીપડાના બચ્ચાના કુદરતી મોત થયા છે. દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે અનેક પગલાં લીધા હોવાનું વન મંત્રીએ જણાવ્યું હતું.