Mysamachar.in-વડોદરા
સંસ્કારી નગરી તરીકે જાણીતા શહેરની આબરુને વધુ એક વખત બટ્ટો લાગ્યો છે, સંસ્કારી નગરી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઇટ બતાવી તે ગ્રાહકોને આકર્ષિત કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ ચલાવવામાં આવતું હતું. ગુગલ ઉપર એસ્કોટ સર્વિસ ઇન વડોદરા ઉપર સચય કયાય પછી ‘SKOKKA’ નામની સાઇડ બતાવે છે. તે સાઇડ ઓપન કર્યા પછી તેના ઉપર ત્યાં એક વ્હોટસએપ મોબાઇલ નંબર બતાવે છે જેના ઉપર અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવી તે ફોટાઓ પૈકી યુવતીઓનુા ફોટા આધારે સીલેકશન કરવામાં આવે છે.
ત્યારબાદ વોટ્સઅપ પર ચેટીંગ કરી તે યુવતીનો ભાવ નકકી કરવામાં આવે છે અને તે મુજબ કલાકના અલગ અલગ ભાવ નકકી કરી તે પ્રમાણે સોદો નકકી થાય તો આ વોટ્સઅપ દ્વારા હોટલનો રૂમ બુક કરાવે છે, અને તે હોટલનું નામ સરનામું તથા લોકેશન તેમજ હોટલનો રૂમ નંબર સાથેનો ફોટો બતાવે છે. જેના આધારે હોટલમાં જઇ હોટેલના મેનેજરને મળતા આ વોટ્સઅપ પર કોલ કરાવતા તે વોટ્સઅપ નંબરવાળો ઇસમ મેનેજરને વાત કરી તે રૂમ બુક કરેલી તે રૂમની ચાવી તથા ભાવ નકકી કરેલ યુવતીને તે રૂમમાં શરીરસુખ માટે મોકલવામાં આવતી હતી. એસઓજી પોલીસે રેડ પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કરતાં રેડ દરમિયાન એસઓજી પોલીસે હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. રેડ દરમિયાન 39,700 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.