Mysamachar.in-વડોદરા
વરલીમટકાના સટ્ટાની એક નવી તરકીબ સામે આવી છે, જેમાં કુરિયર ડિલિવરીની આડમાં કારમાં ઓનલાઈન વરલી મટકા જુગારનો સટ્ટો રમાડતા શખ્સને પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના જુદાજુદા વિસ્તારમાંથી જયાનંદ સદાનંદ ગાઠેકર પોતાની ઇકો કારમાં કુરિયર ડીલવરીની આડમાં મોબાઇલ ફોન દ્વારા વરલી મટકાનો જુગાર જમાડે છે. જે ઇકો કાર વુડા ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે. જે હકીકતના આધારે કારણે રોકી યુવકની અંગજડતી દરમિયાન રૂપિયા 10 હજારની કિંમત ધરાવતો મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા 20,090 મળી આવ્યા હતા. તેના મોબાઇલમાં વોટ્સએપ એપ્લિકેશન ચકાસતા વરલી મટકાના આંકડાઓનો હિસાબ-કિતાબ મળી આવ્યો હતો. પોલીસે ઇકો કાર મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા સહિત 5,30,090 રૂપિયાની મત્તા કબજે કરી છે.