Mysamachar.in-વડોદરા
“મમ્મી-પપ્પા માફ કરજો. તમે મને ખુશ રાખી છે પણ હું જિંદગીથી કંટાળી ગઈ છું.” આવી સ્યુસાઈડ નોટ લખી અને વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી નામંકિત અદિતિ હોટલમાં બિહારની 22 વર્ષીય યુવતીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે, આત્મહત્યા કરનાર યુવતીની ઓળખ થઇ ત્યારે તેણી પારુલ યુનિવર્સિટીની ફોરેન્સિક સાયન્સની પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યું છે. તેણે સુસાઈડ નોટમાં તેનાં માતા-પિતાની માફી માગી છે. અને લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજો; હું જિંદગીથી કંટાળી ગઈ છું. સ્ટુડન્ટના આપઘાતને પગલે સયાજીગંજ પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતા તેણે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી તેમ મળી આવી હતી.
પારુલ યુનિવર્સિટીની ફોરેન્સિક સાયન્સની ફર્સ્ટ યરની સ્ટુડન્ટ સવારે જ હોસ્ટેલથી હોટલમાં આવી હતી. અહીં હોટલમાં તેણે રાત્રે પોતાના વતનની ટ્રેન પકડીને જવાની હોવાનું કહીને રોકાઈ હતી. જો કે તેના સંબંધીએ આવીને તેનો સંપર્ક કરતા ફોન ન ઉપાડતાં હોટલ સ્ટાફે રૂમ ખોલતાં તે મૃત હાલતમાં મળી હતી. તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજો. તમે મને ખુશ રાખી છે પણ હું જિંદગીથી કંટાળી ગઈ છું.
બિહારના મુઝફ્ફરપુરની વતની 22 વર્ષીય સોનમ કુમારીએ રૂમ બુક કરાવી ચેક ઇન કર્યું હતું. હોટલના રૂમ નં-202માં ગયા બાદ બપોરના સમયે સોનમને મળવા માટે તેના સગા આવ્યા હતા. જેથી રિસેપ્શન પરથી સોનમના રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ સોનમના મોબાઇલ પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતા કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી હોટલના મેનેજર અને લેડીઝ સ્ટાફ રૂમની માસ્ટર કી લઇ પહોંચ્યા હતા.અને રૂમમાં પ્રવેશતા જ તેણીએ ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી..જેના મૃતદેહનો કબજો સંભાળી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.