Mysamachar.in-વડોદરા
રાજ્યમાં વધી રહેલ ગુન્હાખોરીમાં કેટલાક કિસ્સાઓમાં તો જાણે તસ્કરોને કોઈનો ડર જ નથી, વડોદરામાં એક સીસીટીવી વાયરલ થયો છે જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલી સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જોકે, આ બનાવની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એટીએમ તોડવા માટે ચોર કોઈના પણ ડર વગર પોતાના ખભે મસમોટું ગેસકટર નાખીને આવ્યો હતો. બિલ્ડીંગના સીસીટીવી વીડિયોમાં આ ચોર કેદ થયો છે.
જોકે, તે એટીએમ તોડી ન શક્યો પરંતુ તેનો આ વીડિયો આ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. રવિવારે મોડી રાત્રે 2-30 કલાકે મકરપુરા વિસ્તારમાં આવેલું SBI નું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. SBI નું ATM તોડવા માટે ચોર મસમોટું ગેસકટર સહિતનો સામાન પોતાના ખભે લઇને આવ્યા હતા. અને મળસ્કે SBI નું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ગેસ કટર વડે SBI નું ATM તોડવાનો પ્રયાસમાં કેશ બોક્સ તોડવામાં સફળતા મળી ન હતી. એટલે ચોરીનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.