Mysamachar.in-વડોદરા
રાજ્યના કેટલાય શહેરોમાં “સ્પા” ધમધમી રહ્યા છે. જેમાં વિદેશી યુવતીઓ દ્વારા આવનાર ગ્રાહકોને મસાજ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ આ વખતે ગ્રાહક નહિ ખુદ માલિક જ પોતાના સ્પામાં કામ કરતી રશિયન યુવતીના પ્રેમમાં પડી અને પત્ની અને બાળકો સાથે અન્યાય કરી રહ્યાનો કિસ્સો પોલીસ સુધી પહોચ્યો છે, વડોદરાના ગોત્રીમાં આવેલા ‘યેપ સ્પા’ના માલિક પરેશ પટેલે પોતાના સ્પામાં મસાજની નોકરી માટે બોલાવેલી રશિયન યુવતી સાથે અનૈતિક સંબંધો રાખતા તે રશિયન યુવતી એક પુત્રની માતા બની હતી. પરેશ પરિણીત અને એક પુત્રનો પિતા હોવા છતાં તેની પત્ની સિવાય પોતાના સ્પામાં કામ કરતી એક રશિયન યુવતી સાથે અનૈતિક સંબંધો બાંધી અને પોતાની પત્ની પર અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા લાગ્યો હતો,
તે હાલમાં પત્ની અને યુવાન પુત્રને છોડીને રશિયન યુવતી અને તેના પુત્ર અનૈારસ સાથે રહેવા જતો રહ્યો છે. આ બનાવથી પરેશાન થયેલી પત્નીએ શહેરના જે.પી. રોડ પોલીસ મથકમાં પરેશ અને રશિયન યુવતી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાના જ સ્પામાં મસાજ માટે હન્ના ચુઈકો અને વિક્ટોરિયા નામની બે રશિયન યુવતીઓને સ્પામાં આવનારા ગ્રાહકોના મસાજ અને થેરાપી માટે નોકરીએ રાખી હતી. થોડા સમયમાં પરેશ અને રશીયન યુવતી હન્ના વચ્ચે આંખ મળી હતી અને બંને પ્રેમમાં પડયા હતા.
પાંચેક વર્ષ પૂર્વે રશીયન યુવતી સાથેના પ્રેમ સંબંધોની પત્ની જીજ્ઞાબેન ખબર પડતાં બંને પતિ-પત્ની વચ્ચે ચકમક જરી હતી. એ વખતે પતિએ તેનાં પર હુમલો કરતાં પત્નીને ઈજાઓ થતાં તેનો શરીરનો થોડો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. પરેશ પટેલ સાથેના અનૈતિક સબંધોના લીધે તે હન્નાને પત્નીનો દરજ્જો આપી બેઠો હતો અને હન્ના ગર્ભવતી બની તેમજ તેણીએ સંતાનનો જન્મ પણ આપ્યો હતો,પરેશ તેની પત્ની જીજ્ઞાબેનને અવારનવાર આ બાબતને લઈને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તેણીએ પોતાના પતિ સામે આ મામલે જે.પી.રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે.