Mysamachar.in-વડોદરા
હમણાં હમણાં તો જાણે ડુપ્લીકેટની મોસમ વડોદરામાં પુરબહારમાં ખીલી હોય તેમ લાગે છે, પહેલા નકલી માર્કશીટ અને ડીગ્રી કૌભાડ બાદમાં ડુપ્લીકેટ એન્જીન ઓઈલ અને હવે ડુપ્લીકેટ એર ફ્રેશનર અને એર પોકેટ વગેરે ખેતરમાં પતરાનો શેડ બનાવીને ચાલતા હોવાનો કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. વડોદરા શહેર નજીક દશરથ-કરચીયા રોડ ઉપર કેતનભાઇના ખેતરમાં હિતેષ ગોઠીપતરાનો શેડ બનાવીને ડાબર ઇન્ડિયા લિમિટેડ કંપનીના એર ફ્રેશનર અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ કંપનીના એર પોકેટ સીતારામ એજન્સીના નામથી ડુપ્લિકેટ બનાવીને બજારમાં વેચતો હતો. આ અંગેની જાણ કંપનીના કોપીરાઇટ મેનેજર થતાં તેઓએ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેડ પાડતા આરોપી 31,722 એર ફ્રેશનર અને 49 નંગ એર પોકેટ 15,84,303નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

























































