Mysamachar.in-વડોદરાઃ
હાલ સમગ્ર રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોની કડક હાથે અમલવારી કરાવવામાં આવી રહી છે. આ માટે દરરોજ ટ્રાફિક પોલીસ દ્વારા સતત ડ્રાઇવ યોજી નિયમોનો ભંગ કરતા શહેરીજનો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યાં છે. નવા ટ્રાફિક નિયમો અંતર્ગત દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જો કે વડોદરાના બે યુવકોને થયું કે ટ્રાફિક પોલીસની કામગીરીમાં રોકડી થઇ જશે, આથી નકલી વરદી ધારણ કરી મુકેશ અને જગદીશ નામના બંને યુવકો શહેરમાં વાહનોનું ચેકિંગ કરવા લાગ્યા. જો કોઇ વાહન ચાલક નિયમોનું ઉલ્લંઘન કરતો ઝડપાઇ તો તેની પાસેથી દંડની રકમ ઉઘરાવતા હતા. અંતે આ વાતની જાણ અસલી પોલીસને થઇ અને ફતેહગંજ પોલીસ ટીમે ગેલાની પેટ્રોલ પમ્પ પાસેથી મૂળ સુરતના સચિન વિસ્તારમાં રહેતા મુકેશ અને જગદીશની અસલી પોલીસે ઝડપી પાડ્યા.