Mysamachar.in-વડોદરાઃ
વડોદરામાં નવાયાર્ડ વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળી છે. થોડી જ ક્ષણોમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે જાણ થતા જ ફાયર ફાઇટરનો પાંચ ગાડીનો કાફલો દોડી આવ્યો હતો. આગની ભયાનકતા જોતા ફાયર ફાઇટરની વધારાની 5 ગાડી બોલાવવામાં આવી હતી, તો આ આગને મેજર કોલ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે બરોડા નેશનલ કેમિકલ નામની ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે આસપાસ રહેતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે અને શ્વાસ લેવાની તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. તો કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગી શકે છે.