Mysamachar.in-વડોદરાઃ
લાભપાચમના દિવસે વડોદરામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં હાઇવે પર ઉભેલા એક ટેન્કર સાથે સ્વીફ્ટ કાર ધડાકાભેર અથડાઇ હતી. ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે. જરોદ-હાલોલ હાઈવે પર ખન્ડીવાડા નર્મદા કેનાલના બ્રીજ પરથી ત્રણ લોકો સ્વીફ્ટ કારમાં બેસી પસાર થઇ રહ્યાં હતા, એ દરમિયાન અહીં હાઇવે પર ઉભેલા એક ટેન્ક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું પડીકું વળી ગયું. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ક્રેનની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવા પડ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી દારૂની બોટલ પણ મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.