Mysamachar.in-વડોદરા:
સામાન્ય રીતે પતિના પરસ્ત્રી સાથેના સબંધો હોય તો પત્નીને પસંદ પડતું નથી, પણ વડોદરામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની ખુદ પોતાના પતિની ઓફિસમાં કામ કરી ચૂકેલી યુવતીને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તેના પર દબાણ કર્યું હતું. વડોદરા શહેરના ઘડિયાળી પોળ વિસ્તારમાં ફાયનાન્સરની ઓફીસમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીએ ફાયનાન્સર સામે શારીરિક અડપલાંની વાડી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
પિતાએ ફાયનાન્સર પાસેથી હાથઉછીના નાણા લીધા હોવાથી અવારનવાર યુવતીના પિતાને મળતો હતો, અને એવામાં એક દિવસ ભરત નામના ફાયનાન્સરે યુવતીના પિતાને કહેલ કે તમારી પુત્રીની સ્માઈલ સરસ છે. મારે ત્યાં નોકરી ઉપર મોકલો, યુવતીએ નોકરી શરુ કરી હતી. એવામાં એક દિવસ ભરત શર્માએ બળજબરી પૂર્વક તેની બાહોમાં પણ લઇ લીધી હતી, ફાયનાન્સર તો ઠીક પણ તેની પત્ની પણ જાણે પતિની કરતૂતોમાં સાથ આપતિ હોય તેમ મારા પતિને તુ મારા કરતાં પણ વધુ ગમે છે રાતે સપનામાં પણ આવે છે. તુ સબંધ રાખીશ તો મને વાંધો નથી. તુ એકદમ હોટ છો…
યુવતીની ફરિયાદ પ્રમાણે પાંચ દિવસ પહેલા પણ ભરતએ તેને બળજબરીથી બાહોમાં ઝકડી લીધી હતી, યુવતીના ફરિયાદ પ્રમાણે ભરત શર્માએ તેને બે ત્રણ વખત આલિંગન કર્યું હતું. આ ઉપરાંત તેની પત્ની પણ આવી વાતો કરી રહી હોવાથી કંટાળીને તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ યુવતીએ તેની સાથે બનેલી ઘટના અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.